Posts

Showing posts from September, 2021

લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા. તા.09/09/2021

Image
 આજ રોજ લક્ષ્મણપુરા પ્રાથમિક શાળામાં  વિદ્યાર્થીઓ દ્વારા  સ્વ શાસન દિન  ઉજવામાં આવ્યો. ભવિષ્ય જાણે વર્તમાન માં ચાલતું હોય તેવો યાદગાર  અનુભવ રહ્યો..સાથે  શાળા ના આસિસ્ટન્ટ શિક્ષિકા બેનશ્રી શ્રીમતી શિલ્પાબેન અમૃતલાલ પંચાલ તરફથી 250 જેટલા બાળકોને અને શિક્ષક મિત્રોને ભોજન દાળ ભાત શાક અને બુંદી  જમાડવામાં આવી.જેના માટે સમગ્ર લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા પરિવાર તેમનો આભાર માને છે.સાથે સમગ્ર સ્ટાફ ની મદદથી આજનો કાર્યક્રમ સફળ રહ્યો.વિશેષ ઉપસ્થિતિ માન્ય સી.આર.સી કૉ..સર શ્રી ભુપેન્દ્રસિંહ સોલંકી અને પંચાયત સભ્ય શ્રી મહેન્દ્રભાઈ બારીઆ ની રહી.  સૌને  શુભકામનાઓ..🙏💐💐 ભારત માતાકી જય.🙏💐💐

લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા.તા.02/09/2021

Image
લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા.  સી.આર.સી.અણિયાદ તા.02/09/2021. રાજ્ય સરકારની SOP ની ગાઈડલાઈન મુજબ અણિયાદ ક્લસ્ટર ની લક્ષમણપુરા પ્રાથમિક શાળા માં બાળકોને કુમ કુમ તિલક,મો મીઠું કરાવી તેમજ  શૈક્ષણિક કીટ અને માસ્ક વિતરણ કરીને વર્ગખંડ નો શુભારંભ કરવામાં આવ્યો. કોવિડ -19 ની ગાઈડલાઈન ને અનુસરવામાં આવી. તમામ બાળકોને આદર્શ બનવાનો સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો.. ધો. 6 થી 8 ના તમામ બાળકોને  ખૂબ ખૂબ  શુભેચ્છાઓ💐💐