લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા 'જ્ઞાન શક્તિ દિનની' ઉજવણી.1/08/2021
આજરોજ લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા સાથે માન્ય ગુજરાત સરકારશ્રીના પરિપત્ર અનુસાર જ્ઞાન શક્તિ દિનની ઉજવણી કરવામાં આવી આજના કાર્યક્રમમાં મહાનુભવો ,એસ.એમ.સી સભ્યો , વાલીઓ,યુવમિત્રો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા આજરોજ લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા ખાતે ૪ વર્ગખંડોમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ નું લોકાર્પણ માજી જિલ્લા પંચાયત સદસ્ય શ્રી રમણભાઈ રાઠોડ સાહેબ દ્વારા અને તાલુકા પંચાયત સદસ્ય અણિયાદ રજનિષાબેન ધર્મેન્દ્રસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું સૌપ્રથમ આચાર્યશ્રીજીતેન્દ્રભાઈ અને શિક્ષક મિત્રો દ્વારા સોનુ સ્વાગત પુષ્પગુચ્છ અને પુસ્તક દ્વારા કરવામાં આવ્યું .આચાર્યશ્રી દ્વારા જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ની જાણકારી આપવામાં આવી .ત્યારબાદ શ્રી રમણસિંહ રાઠોડ દ્વારા પણ શિક્ષણ માં ટેકનોલોજી જ્ઞાનકુંજ પ્રોજેક્ટ મહત્વ સમજાવવામાં આવ્યું .સૌ મહેમાનો એ બાયસેગ પર માનનીય મુખ્યમંત્રીશ્રીનો લાઈવ પ્રસારણ પ્રોજેક્ટર પર જોયો.અંતમાં આભાર વિધિ બાદ રાષ્ટ્રગાન ગાઈ સૌઉ છુટા પડ્યા.
જય જય ગરવી ગુજરાત
ભારત માતાકી જય
Congratulations 💐💐💐💐
ReplyDelete